આગામી કાર્યક્રમ (Upcoming Events)
નજીકના ભવિષ્યમાં યોજાનાર મહત્વપૂર્ણ કાર્યક્રમોશ્રેષ્ઠ વિદ્યાર્થી સરસ્વતી સન્માન & પ્રતિભા પુરસ્કાર સમારોહ
ધોરણ ૧૦, ૧૨ તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન શિબિર.
રાજપૂત યુવા સંમેલન & સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર
સમાજના યુવા વર્ગમાં સંગઠન ભાવના મજબૂત બને અને નવી પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ઉદ્યોગ-સાહસિકતા ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય યુવા શિબિર.
સંપન્ન કાર્યક્રમ (Previous Events)
અગાઉ સફળતાપૂર્વક આયોજિત થયેલા સમાજ કાર્યક્રમો
શ્રી ગિરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજ અમરેલી જિલ્લા દ્વારા આયોજીત વિજયાદશમી મહોત્સવ - ૨૦૨૬ સરસ્વતી સન્માન, શસ્ત્રપૂજન તથા સ્નેહ મિલનનો ત્રિવિધ સમારોહ
વિજયાદશમીના પાવન અવસરે ક્ષત્રિય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ હર્ષોલ્લાસ કરવામાં આવશે
પાલીતાણા વિજયાદશમી પારંપરિક શસ્ત્ર પૂજન & સ્નેહમિલન
વિજયાદશમીના પાવન અવસરે ક્ષત્રિય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે તેજસ્વી તારલાઓ ને ઈનામ વિતરણ કરવામાં આવશે.
ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ મહાસંમેલન ૨૦૨૬
સમસ્ત ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્નેહમિલન અને શૈક્ષણિક તેમજ સામાજિક ઉત્કર્ષ હેતુ આયોજિત મહાસંમેલન. સર્વ સમાજ શ્રેષ્ઠીઓ, કારોબારી સભ્યો અને યુવાનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
લીંબડી શહેરના ટાવર બગલામાં આવેલ શ્રી શક્તિમાતાજી મંદિરે ક્ષત્રિય સમાજના બહેનો માટે ભવ્ય ગરબા આયોજન
લીંબડી શહેરમાં આવેલ ટાવર બગલા સ્થિત પ્રસિદ્ધ શ્રી શક્તિમાતાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પાવન પર્વે ક્ષત્રિય સમાજના બહેનો-દીકરીબાઓ માટે ખૂબ જ સુંદર ગરબા આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના બહેનો સુરક્ષિત અને આનંદમય તેમજ પવિત્ર વાતાવરણમાં ગરબા રમી શકે તે હેતુથી મંદિર ટ્રસ્ટ અને સમાજ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. દસે દસ દિવસ બહેનો માટે પ્રસાદની સાથે નાસ્તાનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં બહેનો દરરોજ રાત્રે માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે. આ ગરબીની ખાસ વિશેષતાઓ : ગરબીમાં ફોટા પાડવા અને વિડીયો ઉતારવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ફિલ્મી ગીતો વગાડવામાં આવતા નથી. રોજ રાત્રે 30 યુવાનો તથા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો ગરબી બહાર બહેનો ને કોઈ અગવડતા ન પડે તે માટે બેસે છે. તેમજ જે બહેનોને કોઈ કારણોસર ફેમિલી મેમ્બર તેડવા ન આવી શક્યા હોય તે બહેનોને રાત્રે ઘરે મૂકવા માટે વાહનોની પણ સગવડ રાખવામાં આવી છે. આ ગરબીમાં ખાસ ઉપસ્થિતિ તરીકે ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાનો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવો: - માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ - પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને હાલના ધારાસભ્ય, લીંબડી - શ્રી હિતુભા ચૌહાણ - મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ - શ્રી જનકસિંહ ઝાલા - પ્રમુખ, તાલુકા પંચાયત, લીંબડી - શ્રી ભગીરથસિંહ રાણા (ભલગામડા) - ચેરમેન, બાંધકામ સમિતિ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત - ડૉ. રુદ્રસિંહ ઝાલા સાહેબ - પ્રમુખ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ - શ્રી સહદેવસિંહ રાણા (સૌંકા) - પ્રમુખ, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ - શ્રી હરપાલસિંહ રાણા (ગેડી) - પ્રમુખ, ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ - શ્રી રાજભા ઝાલા (શિયાણી) - ઉપપ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ - તેમજ ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો આ પ્રસંગે સૌ મહાનુભાવોએ માતાજીના દર્શન કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને આયોજકોને બિરદાવ્યા હતા. કિરીટસિંહ રાણા સાહેબે ક્ષત્રિય સમાજની એકતા અને સંસ્કૃતિના જતન માટે આવા આયોજનો ખૂબ જરૂરી છે એવું જણાવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિરના સેવકો અને ક્ષત્રિય સમાજના વડીલો તથા યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી છે.
મહારક્તદાન શિબિર & મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ
સમાજ સેવા અને માનવ કલ્યાણના ઉમદા હેતુથી આયોજિત રક્તદાન શિબિરમાં ૨૫૦ થી વધુ રક્ત યુનિટ એકત્રિત થયા અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર સંપન્ન થઈ.