રાજપૂત સ્ટેટ
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
દેશના ચરણે પ્રથમ રજવાડું ભાવેણાના રાજવીએ અર્પણ કરેલુ ભાવનગર મારૂં ભાવનગર સૌરાષ્ટ્ર વિસ્તારના મોટા શહેરોમાંનુ અગત્યનું શહેર છે. ભારત સ્વતંત્ર થયું તે પહેલા ભાવનગર પ્રથમ વર્ગનું દેશી રજવાડું હતું અને ગોહિલ વંશના રાજાઓ રાજય કરતા. ભાવસિંહજી પહેલાએ ૧૭૨૩માં વૈશાખ સુદ અખાત્રીજના દિવસે વડવા ગામ નજીક ભાવનગરની સ્થાપના કરી. ભાવસિંહજી પહેલા પછી અખેરારજી, વખતસિંહજી, વજેસિંહજી બીજા અને જશવંતસિંહજી બીજાના ૧૮૬૯ની સાલ સુધીના શાસન પછી તખ્તસિંહજી ગાદીએ આવ્યા. નવા જમાનાને અનુરૂપ ભાવનગરનો વિકાસ કરવાનો શ્રેય મહારાજા તખ્તસિંહજીને ફાળે જાય છે. તખ્તસિંહજી અંગ્રેજી કેળવણી લેનાર અને પ્રથમ ફોરેન રિટર્ન રાજવી હતી. ૧૮૮૦ માં તેમણે રેલ્વેની શરૂઆત કરાવી. મારૂ ભાવેણું સંસ્કાર, શિક્ષણ, ઉદ્યોગ અને અલંગને લગતી પ્રવૃતિઓથી ધબકતું શાંતિપ્રિય શહેર છે. સ્વાતંત્ર્ય સંગ્રેમને લગતી પ્રવૃતિઓના જમાનામાં ભાવનગર અગત્યનું કેન્દ્ર હતું. કાઠીયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મહાત્મા ગાંધીજીના પ્રમુખ પદે અહીં ભરાયુ હતું. ૧૯૩૪માં હરિજન પ્રવૃતિના સંદર્ભમાં ગાંધીજી ફરીવાર ભાવનગર આવેલા આઝાદી બાડ ૧૯પ૯માં રાષ્ટ્રીય મહાસભાનું અખિલ ભારતીય અધિવેશન અહીં મળ્યું હતું. આઝાદી પછી જયારે દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં જોડવાની યોજના થઇ ત્યારેએ માટેના સરદાર પટેલના ભગીરથ પ્રય્ત્નોમાં સૌ પ્રથમ સહકાર આપી પોતાનું ૧૮૦૦ પાદર (ગામ)નું રજવાડું દેશના ચરણે ધરી દેનાર તે વખતના રાજવી કૃષ્ણકુમારસિંહજી હતા.
રાજપૂત સ્ટેટ
જામનગર સ્ટેટ (હાલાર)
નવાનગર (જામનગર) રજવાડું જેના શાસક જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના ૧૦૦૦ શરણાર્થી બાળકોને આશ્રય આપી વિશ્વમાં ભારત અને ક્ષત્રિય ધર્મનું ગૌરવ વધાર્યું હતું.
ગોંડલ સ્ટેટ
પ્રજાવાત્સલ્ય અને શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનાર પ્રગતિશીલ રજવાડું, જેણે ગુજરાતી ભાષાનો સુવર્ણ શબ્દકોશ "ભગવદ્ગોમંડલ" આપ્યો અને કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરી હતી.