ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ ના સ્ટેટ

ગુજરાતના ગૌરવવંતા રાજપૂત રજવાડાં, ઉત્તરાધિકારી અને મૂળ તથા હાલના સરનામા ની ઐતિહાસિક વિગત

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ રાજપૂત સ્ટેટ

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ

ભારત માટે સર્વસ્વ અર્પણ કરનાર રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
હાલના ઉત્તરાધિકારી મહારાજા શ્રી વિજયરાજસિંહજી ગોહિલ
મૂળ ભાવનગર સીટી, ભાવનગર, ભાવનગર (પીન: 364001)
હાલનું ભાવનગર સીટી, ભાવનગર, ભાવનગર (પીન: 364001)

દેશના ચરણે પ્રથમ રજવાડું ભાવેણાના રાજવીએ અર્પણ કરેલુ ભાવનગર મારૂં ભાવનગર સૌરાષ્ટ્ર વિસ્તારના મોટા શહેરોમાંનુ અગત્યનું શહેર છે. ભારત સ્વતંત્ર થયું તે પહેલા ભાવનગર પ્રથમ વર્ગનું દેશી રજવાડું હતું અને ગોહિ‌લ વંશના રાજાઓ રાજય કરતા. ભાવસિંહજી પહેલાએ ૧૭૨૩માં વૈશાખ સુદ અખાત્રીજના દિવસે વડવા ગામ નજીક ભાવનગરની સ્થાપના કરી. ભાવસિંહજી પહેલા પછી અખેરારજી, વખતસિંહજી, વજેસિંહજી બીજા અને જશવંતસિંહજી બીજાના ૧૮૬૯ની સાલ સુધીના શાસન પછી તખ્તસિંહજી ગાદીએ આવ્યા. નવા જમાનાને અનુરૂપ ભાવનગરનો વિકાસ કરવાનો શ્રેય મહારાજા તખ્તસિંહજીને ફાળે જાય છે. તખ્તસિંહજી અંગ્રેજી કેળવણી લેનાર અને પ્રથમ ફોરેન રિટર્ન રાજવી હતી. ૧૮૮૦ માં તેમણે રેલ્વેની શરૂઆત કરાવી. મારૂ ભાવેણું સંસ્કાર, શિક્ષણ, ઉદ્યોગ અને અલંગને લગતી પ્રવૃતિઓથી ધબકતું શાંતિપ્રિય શહેર છે. સ્વાતંત્ર્ય સંગ્રેમને લગતી પ્રવૃતિઓના જમાનામાં ભાવનગર અગત્યનું કેન્દ્ર હતું. કાઠીયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મહાત્મા ગાંધીજીના પ્રમુખ પદે અહીં ભરાયુ હતું. ૧૯૩૪માં હરિજન પ્રવૃતિના સંદર્ભમાં ગાંધીજી ફરીવાર ભાવનગર આવેલા આઝાદી બાડ ૧૯પ૯માં રાષ્ટ્રીય મહાસભાનું અખિલ ભારતીય અધિવેશન અહીં મળ્યું હતું. આઝાદી પછી જયારે દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં જોડવાની યોજના થઇ ત્યારેએ માટેના સરદાર પટેલના ભગીરથ પ્રય્ત્નોમાં સૌ પ્રથમ સહકાર આપી પોતાનું ૧૮૦૦ પાદર (ગામ)નું રજવાડું દેશના ચરણે ધરી દેનાર તે વખતના રાજવી કૃષ્ણકુમારસિંહજી હતા.